ABOUT US
સભાસદોને પોતાની ધંધાકીય અને સામાજીક જરૂરીયાત સમયે માર્કેટમાં ઉંચા વ્યાજની રકમ મળતી હોય છે. જે રકમનું વ્યાજ ભરપાઈ કરવામાં જ સભાસદોની આવકનો મહત્તમ ભાગ ખર્ચ થઈ જતો હોય છે. આવી પરિસ્થિતિમાં સભાસદોના થતા આર્થિક શોષણમાં મદદરૂપ થવા અને શોષણ વિહિન સમાજની રચના કરવાના ઉદેશ્યથી સભાસદોને સામાજીક અને ધંધાકીય રીતે ઉપયોગી થવા માટે પ્રમુખશ્રી રમેશભાઈ વઘાસિયાની દિર્ઘદ્રષ્ટી થી તારીખ 31/12/1997 ના રોજ ઘી રચના કો-ઓ. ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ સો. લિ. ની સ્થાપના કરવામાં આવી હતી.
સોસાયટીની શરૂઆત હોવાથી ખુબ જ નાના પ્રમાણમાં ફકત 401 સભાસદોના સહયોગથી એક મજબુત સંસ્થાની શરૂઆત કરવામાં આવેલ હતી. સોસાયટીના બોર્ડ ઓફ ડિરેકર્ટ્સની સુઝ-બુઝ અને સભાસદોના સાથે સહકારથી સંસ્થાનો સભાસદ પરિવાર 6000 કરતા વધુ સભ્યોનો બની ગયેલ છે.
સહકારના સાત સિંધ્ધાતો પૈકી નો એક સિંધ્ધાત એટલે કે સભાસદો પ્રત્યે સામાજીક ઉત્તર દાયિત્વ અનુસંધાને સોસાયટી દ્વારા વૈશ્વિક મહામંદી અને કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં સભાસદોને મહત્તમ ઉપયોગી થવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
સોસાયટીના બોર્ડ ઓફ ડિરેકર્ટ્સની દિર્ઘદ્રષ્ટી અને સભાસદોના સંપૂર્ણ સહકારથી સંસ્થાની પોતાની માલીકીની અત્યાધુનિક ટેકનોલોજી વાળી ઓફિસ કારિત છે.
સોસાયટી દ્વારા આધુનિક સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સભાસદોને ડિઝીટલ ટેકનોલોજીના માધ્યમથી તમામ સુવિધાઓ પુરી પાડી સભાસદોના નાણાં અને સમયનો વ્યય થતો અટકાવવામાં મદદરૂપ થવામાં આવે છે
સોસાયટીના સભાસદના બાળકોને કારર્કિદી માર્ગદર્શન, શૈક્ષણિક પ્રોત્સાહન તથા વિશિષ્ટ સિધ્ધિ મેળવેલ બાળકોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવે છે
સોસાયટીના દરેક સભાસદોને દર વર્ષે મહત્તમ ડિવિડન્ડ અને આકર્ષક ગીફટ આપવામાં આવે છે.
Products
Show AllCertificates



Videos

Rachna Urban Sai Ram Dave 21 મી વાર્ષિક સાધારણ સભા

Rachna Urban AGM 21

Rachna Urban 26 AGM Reel - 4
Downloads

Brochure
Payment Details



Inquiry
Links
© Copyright 2026 All Rights Reserved @ THE RACHNA CO OP CREDIT & CONSUMERS SOCIETY LIMITED
Developed by AJ Infosoft 2025







Whatsapp
Instagram
Facebook
Youtube